Grab the discounts and offers while the stocks last

SAFARI MAGAZINE | GUJARATI EDITION

Current issue

અંક નં. ૩૬૨ | નવેમ્બર, ૨૦૨૪

Cover story

જૂન 30, 1908ની તારીખે રશિયન સાઇબિરિયાના તુંગસ્કામાં મચેલા તરખાટનો લેટેસ્ટ આરોપી : હાઇડ્રોજન બોમ્બ

સૌ પ્રથમ બનાવની રૂપરેખા : વાત એ જમાનાની છે કે જ્યારે રશિયાનો સાઇબિરિયા પ્રદેશ ખુદ રશિયનો માટે ચંદ્રલોક જેવો અલિપ્ત અને અજાણ્યો હતો. હજારો ચોરસ કિલોમીટરના બરફસ્તાન પર સુધરેલા માનવીનાં પગલાં કદી પડ્યાં ન હતાં. આપખુદ ઝારની સલ્તનતે તડીપાર કરેલી વ્યક્તિઓને વેઠ માટે સાઇબિરિયા મોકલાતી ખરી, પણ ઘણી ખરીનું જીવન ત્યાં જ પૂરું થતું હતું. આ પ્રદેશમાં ઇધરઉધર ઘૂમતા રખડુ જાતિના જૂજ લોકો સિવાય બીજા સૌ કોઇ માટે કાતિલ ઠંડીએ જાણે કે સંચારબંધી ફરમાવી હતી. એકલદોકલ માણસ જો સાઇબિરિયાના પ્રવાસે નીકળે તો ત્યાંનું કઠોર હવામાન કદાચ તેને જીવતો પાછો ફરવા ન દે.

આ નિર્જનતાને કારણે ૧૯૦૮માં બનેલી એક રોમાંચક ઘટના જંગલમાં નાચેલા મોરની જેમ સુધરેલી દુનિયાને જોવા ન મળી. ખરું જોતાં એ મોરનું કલાત્મક નૃત્ય નહોતું; કુદરતનું ભીષણ તાંડવ હતું. સવળો અર્થ કાઢો તો સાઇબિરિયાના ભેંકાર અરણ્યને તે તાંડવનું રંગમંચ બનાવી નિયતિએ માનવજાતને બહુ મોટી આફતમાંથી ઉગારી લીધી હતી. મોસ્કો અથવા તાશ્કંદ જેવો વસ્તીવાળો વિસ્તાર જો એ ઘટનાનું કેન્દ્ર બન્યો હોત તો જાનહાનિનો આંક લાખોમાં ગણવાનો હતો.

More interesting articles

ફ્લાયવ્હીલ કાર / બસ

ઇલેક્ટ્રિક કાર વડે શરૂ થયેલા મોટરયુગને જર્મનીના કાર્લ બેન્ઝે ૧૮૮પ દરમ્યાન આંતરિક દહનયંત્રની શોધ કરી પેટ્રોલકારના અને ડીઝલકારના યુગમાં ફેરવી નાખ્યો. આજે ૧૪૦ વર્ષ પછીયે અશ્મિજન્ય બળતણોનું દહન કરતી મોટરો રસ્તાઓ પર શાસન ચલાવે છે. કાર્યક્ષમતાના મામલે તેમનામાં ભલીવાર નથી. ઘર્ષણ, ગરમી અને ટોર્ક જેવા energy loss ને કારણે માત્ર ૩૦% એનર્જી મોટરકારને આગળ ધપાવવા માટે ફાજલ રહે છે. સૌથી વધુ દુર્વ્યય મોટરચાલક બ્રેક લગાવે ત્યારે થાય છે. જોરદાર બ્રેક ગતિશક્તિને શૂન્ય પર લાવી દે છે. કોઇક રીતે એ ગતિશક્તિને તત્પુરતી સંઘરી લેવા અને ફરી જરૂર પડ્યે મુક્ત કરાય તો ૪પ ટકા સુધીની એનર્જી બચી જવા પામે. આને regenative breaking કહે છે.

નરબલિનું નૈવેધ ધરતા કાલીભક્ત ઠગો

ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં તેનો પ્રાદેશિક ફેલાવો શરૂ કર્યો તે પહેલાં મોગલ હકૂમત મુખ્ય ગામોને તથા નગરને જોડતા કાચા રસ્તા બનાવી ચૂકી હતી. ઘોડા પર કે બળદગાડા દ્વારા લાંબો પ્રવાસ ખેડવાનું જેમને પરવડી શકે એવા લોકો બહુ જૂજ હતા. ઘણા ખરા મુસાફરોએ સેંકડો ગાઉનું અંતર પગપાળા જ કાપવાનું રહેતું હતું. પ્રવાસ દરમ્યાન જનાવરોનો અને લૂંટફાટનો ભય જોતાં એકલદોકલ યાત્રી હંમેશાં સથવારો શોધે, એટલે પ્રવાસ મોટા ભાગે દસ-પંદરના કે વધુ જણાના સમૂહમાં ખેડાતો હતો. શરૂઆતે ક્યારેક ફક્ત બે-ચાર જણા હોય, પણ તેઓ જેમ આગળ ચાલતા જાય તેમ સંગાથ માટે ક્યાંક માર્ગમાં રાહ જોતા બીજા યાત્રીઓ તેમની સાથે જોડાય અને દર થોડા ગાઉએ કે જોજને વધુ મુસાફરો ઉમેરાયા પછી સંઘ ઉત્તરોત્તર મોટી તાદાદનો બને.

ગોલ્ડ હાઇડ્રોજન

બ્રહ્માંડનું સૌથી પહેલાં બનેલું અને સૌથી વ્યાપક તત્ત્વ હાઇડ્રોજન છે, પણ ધરતી પર તેનો દુકાળ છે. હાઇડ્રોજન છે ખરો, પણ મુક્ત નથી. અન્ય તત્ત્વો જોડે સંયોજિત છે. સંશોધકોએ તેને અલગ તારવવાના જુદા જુદા તરીકાઓ શોધી કાઢ્યા છે, જેના આધારે હાઇડ્રોજન Black, Grey, Blue વગેરે નામે વર્ગીકૃત થયો છે.
હવે એ બધાને ભુલાવી દેતો જૅકપોટ હાથ લાગ્યો છે. નામ છે Gold hydrogen, કેમ કે તેનો ભંડાર સાચે જ સુવર્ણભંડાર છે. બનાવવાનો પણ થતો નથી. કુદરતે જ તે રાંધીને તૈયાર ભાણું પીરસી રાખ્યું છે. એક નવા યુગનો પ્રારંભ થતો હોય તો કહેવાય નહિ.

Notice

Due to Adobe Flash being discontinued and other technology upgrades it is no longer possible for us to provide your favorite Safari Magazine on web/desktop. In order to provide more convenience and reading pleasure we have moved the content to native mobile apps.
If you are a digital subscriber then download the mobile app and enjoy reading in the HP MobiLib Digital Pocket Library app from Harshal Publications.

Android version

iOS version

Worldwide shipping

Assured delivery via courier

Discounts and offers

Grab them while stocks last

Promo coupons

Subscribe to our newsletter

100% secure checkout

Multiple payment options