એક હતી મેના
‘સફારી’ના તંત્રી નગેન્દ્ર વિજયના પિતા અને સમર્થ વિજ્ઞાન લેખક વિજયગુપ્ત મૌર્યએ લખેલી ‘એક હતી મેના’ વાર્તા ઓડિયો સ્વરુપે આપની સમક્ષ રજૂ કરતા હર્ષની લાગણી અનુભવીએ છીએ. વાર્તા કહેવું યોગ્ય ના ગણાય કેમકે આ તો એક સત્ય ઘટના છે. શબ્દો જોડે સંગીત પણ છે. સ્વયં માતા જાણે બાળકને લહેકાભેર વાર્તા કહેતી હોય એવો ભાવ ખડો કર્યો છે. માતા-પિતાઓને વિનંતી કે બાળકોને તો સંભળાવે જ પરંતુ સાથે તેઓ પોતે પણ એક વાર સાંભળે.