April 2020 issue support guide
Learn how to access the digital issue of Safari Magazine on HP MobiLib
કોવિડ-19ની પ્રવર્તતી મહામારીને જોતાં ચાલુ મહિને હર્ષલ પબ્લિકેશન્સ્ આપનું પ્રિય મેગેઝીન ‘સફારી’ પ્રિન્ટ કરી તેનું વિતરણ કરી શકે તેમ નથી. અમને ખાતરી છે કે આપ પરિસ્થિતિ સમજશો અને અમને સાથ આપશો. અમને એ પણ બરાબર ખ્યાલ છે કે અમારા વાચકો તેમના પ્રિય ‘સફારી’ મેગેઝીનની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. આથી જ અમે પરિસ્થિતિ દુષ્કર હોવા છતાં એપ્રિલ અંક પડતો મૂકવાના બદલે તેની ડિજિટલ આવૃત્તિ આપવાનું નક્કી કર્યું છે.
ડિજિટલ આવૃત્તિ સબસ્ક્રરાઇબર
આપ ડિજિટલ આવૃત્તિ સબસ્ક્રાઇબ કરી ચૂક્યા હો, તો અગાઉ એક્સેસ કરતા હતા, એ જ રીતે ‘સફારી’ મેગેઝીન વાંચી શકો છો.
તમે logged in હો તો…
- આપના લવાજમ પ્રમાણે એપ્રિલ, 2020 નો અંક જોઈ શકશો. ગુજરાતીનું લવાજમ ભર્યું હશે તો ગુજરાતી આવૃત્તિ, અંગ્રેજી આવૃત્તિનું લવાજમ ભર્યું હશે તો અંગ્રેજી અંક અને બંને ભાષાઓની આવૃત્તિઓનું લવાજમ ભર્યું હશે તો બંને ભાષાના અંકો HP MobiLib પર જોવા મળશે.
તમે logged out હો તો…
- લવાજમ ભરતી વખતે આપેલા યુઝરનેમ અથવા ઇમેલ આઇડી અને પાસવર્ડ વડે log-in કરો. જેના પછી આપના લવાજમના આધારે ડિજિટલ આવૃત્તિઓ જોઈ શકશો.
પાસવર્ડ ભૂલી ગયા હો તો…
ચિંતા ન કરો. My Account સેક્શનમાં પાસવર્ડ રિસેટ કરી શકશો. વિકલ્પ તરીકે અહીં “Lost your password?” લિન્ક પર ક્લિક કરી શકો છો. આપનાં યુઝરનેમ અથવા ઇમેલ એડ્રેસ આપો. આપને પાસવર્ડ રિસેટનો ઇમેલ મળશે. લિન્કના આધારે પાસવર્ડ રિસેટ કરો. મજબૂત પાસવર્ડ વાપરવો.
પ્રિન્ટ આવૃત્તિના લવાજમધારકો માટે
લવાજમ ચાલુ હોય તો..
નીચે મુજબની સૂચના અનુસરો અને ડિજિટલ એડિશન માણો. જે ગ્રાહકો ફક્ત એપ્રિલ ૨૦૨૦ની ડિજિટલ એડિશન ખરીદવા માંગતા હોય તેમને ‘છુટક ગ્રાહકો માટે’ નું સેકશન જોવું.
- Android ધારકો Google Play પરથી HP MobiLib પોતાના ડિવાઇસ પર ડાઉનલોડ કરી શકે છે. મોબાઇલ ડિવાઇસ પરથી આ પેજ જોઈ રહ્યા હો તો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
- Apple iOS વાપરનારા Appstore પરથી HP MobiLib પોતાના ડિવાઇસ પર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
- ડાઉનલોડ પૂરું થયા પછી એપ ઇન્સ્ટોલ કરો અને પછી એપ ખોલવા માટે માત્ર HP આઇકન ઉપર ક્લિક કરો.
- HP MobiLib પર log-in કર્યા પછી આપના લવાજમ પ્રમાણે એપ્રિલ, 2020 અંક જોવા મળશે. તેના પર ગુજરાતી લવાજમધારકોને ગુજરાતી અંક, અંગ્રેજી લવાજમધારકોને અંગ્રેજી અંક અને બંને ભાષાના લવાજમધારકોને બંને ભાષા – ગુજરાતી અને અંગ્રેજીના અંક જોવા મળશે.
લવાજમ પૂરું થયું હોય તો..
- આપ harshalpublications.in/subscribe પેજ પર જઈ આપની પંસદગીનું લવાજમ ભરો. ઓર્ડર મૂક્યા પછી “ઓર્ડર કમ્પ્લિટ”નો મેલ આવશે. “ઓર્ડર કમ્પ્લિટ”ના મેલનો અર્થ એ કે ઓર્ડરને સફળતાપૂર્વક પ્રોસેસ કરવામાં આવ્યો છે. આપને તે પછી એક્સેસ ડિટેલ ઇમેલ મળશે. ક્યાં આપ ઓટોજનરેટેડ પાસવર્ડ વાપરો અથવા My Account પેજ પરથી આપની પસંદનો પાસવર્ડ પણ વાપરી શકો છો. આપ એપમાં log-in કરી શકો છો અને ડિજિટલ કન્ટેન્ટ માણી શકો છો.
પાસવર્ડ ભૂલી ગયા હો તો..
- ચિંતા ન કરો. My Account સેક્શન પરથી નવો પાસવર્ડ લઈ શકો છો. પેજ પર આપને “Lost your password?” લિન્ક દેખાશે. તેના પર ક્લિક કરી, તમારૂં યુઝરનેમ અથવા ઇમેલ એડ્રેસ આપો. અમારા તરફથી આપને નવા પાસવર્ડ માટેનો ઇમેલ મળશે. લિન્કના આધારે આપની પસંદગીનો નવો પાસવર્ડ મેળવો. યાદ રાખો પાસવર્ડ મજબૂત હોવો જોઈએ.
બીજી કોઈ સમસ્યા હોય તો..
- અમને support@harshalpublications.in પર ઇમેલ કરતા જરા પણ ખચકાશો નહિ. પણ સપોર્ટ ટિકિટ રેઇઝ કરતી વખતે પૂરેપૂરી વિગતો આપવાનું ધ્યાન રહે, જેથી અમારી ટેક્નિકલ સપોર્ટ ટીમ તેનો ત્વરિત નિકાલ કરી શકે અને શક્ય હોય તો એરરનો સ્ક્રિનશોટ પણ એટેચ કરો.
છુટક ગ્રાહકો માટે
આપ અખબારોના ફેરિયા પાસેથી અથવા દુકાનોમાંથી ‘સફારી’ મેગેઝિન ખરીદતા હો તો …
એપ્રિલ, 2020નો ડિજિટલ અકં ખરીદવા માટે …
- હર્ષલ પુબ્લીકેશન્સનું શોપ સેકશન ઍક્સેસ કરો
- ચેકઆઉટની પ્રક્રિયા પૂરી કર્યા પછી અમારા કન્ફર્મેશન મેલની રાહ જુઓ. અમારા “Order Complete”ના ઇમેલની રાહ જુઓ. આટલું ન થાય ત્યાં સુધી આપ વેબસાઇટ કે મોબાઇલ પેજ પર log-in કરી નહિ શકો અને તેથી ડિજિટલ કન્ટેન્ટ પણ નહિ માણી શકો.
HP MOBILIB ડાઉનલોડ કરો
અમારા વિશેષ ડિજિટલ પોકેટ લાઇબ્રેરી એપ – HP MOBILIB ડાઉનલોડ કરવા નીચે મુજબની સૂચનાનું પાલન કરો :
- Android ધારકો Google Play પરથી HP MobiLib પોતાના ડિવાઇસ પર ડાઉનલોડ કરી શકે છે. મોબાઇલ ડિવાઇસ પરથી આ પેજ જોઈ રહ્યા હો તો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
- Apple iOS વાપરનારા Appstore પરથી HP MobiLib પોતાના ડિવાઇસ પર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
- ડાઉનલોડ પૂરું થયા પછી એપ ઇન્સ્ટોલ કરો અને તે પછી એપ ખોલવા માટે માત્ર HP આઇકન ઉપર ક્લિક કરો.
- HP MobiLib પર log-in કર્યા પછી આપના લવાજમ પ્રમાણે એપ્રિલ 2020 અંક જોવા મળશે. તેના પર ગુજરાતી લવાજમધારકોને ગુજરાતી અંક, અંગ્રેજી લવાજમધારકોને અંગ્રેજી અંક અને બંને ભાષાના લવાજમધારકોને બંને ભાષા – ગુજરાતી અને અંગ્રેજીના અંક દેખાશે.
બીજી કોઈ સમસ્યા હોય તો..
- અમને support@harshalpublications.in પર ઇમેલ કરતા જરા પણ ખચકાશો નહિ. પણ સપોર્ટ ટિકિટ રેઇઝ કરતી વખતે પૂરેપૂરી વિગતો આપવાનું ધ્યાન રહે, જેથી અમારી ટેક્નિકલ સપોર્ટ ટીમ તેનો ત્વરિત નિકાલ કરી શકે છે. શક્ય હોય તો એરરનો સ્ક્રિનશોટ પણ એટેચ કરો.