Free Articles

ઓગસ્ટ ૧, ૧૯૮૦ના રોજ પ્રથમ અંક સાથે શરૂ થયેલું ફક્ત જ્ઞાનવિજ્ઞાનનું ‘સફારી’ મેગેઝિન આજે તેના ૪૨માં વર્ષમાં છે. એક પણ વ્યાપારી જાહેરખબર વિના આટલાં વર્ષોથી સતત પ્રગટ થતું ભારતનું તે એકમાત્ર સામયિક છે.
‘સફારી’માં દર અંકે પ્રગટ થાય છે એવી નક્કર અને નવીનતાભરી માહિતી પીરસતું બીજું મેગેઝિન ગુજરાતીમાં તો શું, અન્ય પ્રાંતીય ભાષામાં પણ નથી. હકીકતે તો ‘સફારી’નો પરિચય શબ્દોમાં તેનું વર્ણન કરીને આપવો કઠિન છે.
એક વાર એક અંક (ફક્ત એક અંક) ખરીદો અને પરીક્ષણ ખાતર ગમે તે એક લેખ (ફક્ત એક લેખ) વાંચો. ‘સફારી’ ખુદ તેનો પરિચય આપી દેશે.
નગેન્દ્ર વિજય
તંત્રી : ‘સફારી’
તંત્રી : ‘સફારી’