SAFARI MAGAZINE | GUJARATI EDITION

Current issue
અંક નં. ૩૬૫ | ફેબ્રુઆરી, ૨૦૨૫
Cover story
બંધાયાં છે અને બંધાતાં રહે છે લાકડાનાં બહુમાળી મકાનો
૧૯૭૩માં પેટ્રોલિયમની કટોકટી જાગી ત્યારે સાઉદી અરબસ્તાનના પેટ્રોલિયમમંત્રી અહમદ ઝાકી યામાનીએ વાત વાતમાં કહેલું કે, ‘The Stone Age didn’t end because we ran out of stones.’
વાક્ય ગર્ભિત હતું. ઝાકી યામાનીના શબ્દોનું તાત્પર્ય એ કે પેટ્રોલિયમના યુગનો અંત ધરતીમાં પેટ્રોલિયમ ખૂટી જવાને લીધે આવવાનો નથી. કોઇ નવતર ટેકનોલોજી પેટ્રોલિયમને કદાચ આઉટડેટેડ કરી નાખે.
એક ટેકનોલોજી પેટ્રોલિયમ સામે ચેલેન્જ ફેંકી રહી છે. નામ છે wood / લાકડું, જે પોતે ખરેખર તો તેને લગતી ટેકનોલોજીનું રૉ મટિરિયલ છે. પેટ્રોલિયમ જેવાં અશ્મિજન્ય બળતણો વડે બનાવાય એવું ઘણું બધું લાકડા વડે તૈયાર કરી શકાય છે. કાષ્ઠયુગનો આરંભ લાકડાનાં બહુમાળી મકાનો વડે થયો છે.
વિજ્ઞાનીઓએ માનવજાતને કેન્દ્રમાં રાખી પ્રાગૈતિહાસિક કાલખંડને (૧) પથ્થરયુગ, (ર) કાંસ્યયુગ તથા (૩) લોહયુગમાં વહેંચ્યાો છે. આમ તો વધુ ચરણોમાં વહેંચણી કરી શકાય તેમ છે, પરંતુ સીમાચિહ્ન જેવું પરિવર્તન દર્શાવવા ત્રણ પૂરતાં છે. પથ્થરયુગ, કાંસ્યયુગ અને લોહયુગ પછીનો આગામી યુગ કાષ્ઠયુગ હોય એ માનવા જેવું લાગતું નથી, પરંતુ બાંધકામના ક્ષેત્રે કાષ્ઠયુગ સાચે જ પાયો નાખી ચૂક્યો છે.
More interesting articles
પેશ્વાના ખજાનાની સસ્પેન્સ સ્ટોરી
૧૮૫૭ના વિપ્લવ દરમ્યાન અંગ્રેજ જનરલ હેન્રી હેવલૉકના અંગ્રેજ લશ્કરે ક્રાંતિકારોના મથક કાનપુર પર વિજય મેળવ્યા પછી થોડાક કિલોમીટર છેટે આવેલા બિઠૂર તરફ ઝડપી કૂચ શરૂ કરી, જ્યાં વહેલી તકે પહોંચવા માટે આકર્ષણો તરીકે બે મજબૂત કારણો હતાં. ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે મેદાને પડેલા નાનાસાહેબ પેશ્વાનો મુકામ બિઠૂર ખાતે હતો અને જનરલ હેવલૉક તેમને જીવતા પકડી ફાંસીએ લટકાવવા માગતો હતો. બીજું આકર્ષણ નાનાસાહેબ પેશ્વાના અઢળક ખજાનાનું હતું. સોના-ચાંદીની કલાત્મક ચીજો, હીરાજડિત ઝવેરાત, મોતીનાં આભૂષણો, સોનામહોરો અને નીલમ-માણેક જેવાં છૂટક રત્નો સહિત એ ધનભંડારનું વજન સેંકડો મણ હોવાનો અંદાજ હતો.


પચાસમે વર્ષે JAWSના પડદા પાછળ
૧૯૬૧ની The Guns of Navarone, ૧૯૬૮ની Where Eagles Dare અને ૧૯૬૯ની Mackenaa’s Gold થ્રિલર ફિલ્મો તરીકે ખૂબ લોકપ્રિય બની. આ ફિલ્મોમાં પાત્રો મનુષ્યો હતા, જેઓ દિગ્દર્શકની સૂચના પ્રમાણે ધાર્યું કામ આપતા હતા. ફિલ્મની કથા મુજબ ભૂમિકા સમજીને અદાકારી દાખવતા હતા.
૧૯૭પની Jaws તેમના કરતાં જુદી પડી આવી, કારણ કે મુખ્ય પાત્રમાં ગુફા જેવા પહોળા જડબાવાળી ગ્રેટ વ્હાઇટ જાતની વિકરાળ શાર્ક માછલી હતી. દિગ્દર્શકે વિચારેલું દ્રશ્ય ગ્રેટ વ્હાઇટ ભજવી બતાવે એ શક્ય નહોતું, એટલે સિનેમાટોગ્રાફીના વિજ્ઞાન તેમજ કળા થકી Jaws નું સર્જન કરવામાં આવ્યું.
સ્વદેશી ડિસ્ટ્રોયર 'સુરત'
જાન્યુઆરી ૧પ, ર૦રપની તારીખે ભારતીય નૌકાદળને સોંપાયેલી ‘સુરત’ P-15B નામના પ્રોજેક્ટ હેઠળની ચોથી તેમજ આખરી ડિસ્ટ્રોયર અર્થાત્ વિનાશિકા છે. પહેલી ‘વિશાખાપટણમ્’ નવેમ્બર, ર૦ર૧માં બની. ડિસેમ્બર, ર૦રરમાં એ જ શ્રેણીની ‘મોર્મુગાઓ’નો અને ડિસેમ્બર, ર૦ર૩ દરમ્યાન ‘ઇમ્ફાલ’નો વારો આવ્યો. હવે એજ શ્રેણીની ‘સુરત’ના આગમનને લીધે નૌકાદળ ઓર મજબૂત બન્યું છે. ચારેય ડિસ્ટ્રોયર્સ હૂબહૂ સરખી છે એમ કહી શકીએ. દરેકની લડાયક શક્તિ એટલી કે પોતાની ફરતે પ૦૦ કિલોમીટરના વર્તુળમાં હકૂમત સ્થાપી દે. સાગરસંગ્રામમાં જીતવા માટે જરૂરી એવાં બધી જાતનાં શસ્ત્રો તેમાં છે, એટલે સમુદ્ર, આકાશ તથા સાગરપેટાળ એમ ત્રણેય dimensions / પરિમાણોમાં સામટી લડત આપી શકે તેમ છે.

Notice
Due to Adobe Flash being discontinued and other technology upgrades it is no longer possible for us to provide your favorite Safari Magazine on web/desktop. In order to provide more convenience and reading pleasure we have moved the content to native mobile apps. If you are a digital subscriber then download the mobile app and enjoy reading in the HP MobiLib Digital Pocket Library app from Harshal Publications.