આપ નાનાં બાળકોનાં માતાપિતા હો કે પછી નાનાં બાળકોનાં દાદાદાદી હો, તો તેમને મનોરંજન આપવા સાથે તેમના મગજને સબળ બનાવવા PDF વિનામૂલ્યે ડાઉનલોડ કરો અને લીસ્સા કાર્ડબોર્ડ પર તેની રંગીન ઝેરોક્સ કઢાવી લો.
બાળવિકાસમાં જુદી જુદી બોર્ડગેમ્સ મહત્વનો ફાળો આપતી હોવાનું ન્યૂરોબાયોલોજીના પ્રબુદ્ધો ક્યારના સાબિત કરી ચૂક્યા છે. મોબાઇલ ફોનથી બાળકો દૂર રહે તે માટે આવી રમતોમાં તેમને વ્યસ્ત રાખવાનું જરૂરી છે. ભવિષ્યમાં નગેન્દ્ર વિજય કમ્યુનિટી સાયન્સ સેન્ટર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ પ્રકારની બોર્ડ ગેમ્સ ઉપરાંત ઘણી જાતના ‘જાતે બનાવો’ ના પ્રોજેક્ટસ આપવાની ગણતરી છે.