Grab the discounts and offers while the stocks last

આકાશની ઓળખ

પ્રત્યેક મહિને રાત્રે નભોમંડળમાં દેખાતા તારાઓનો નકશા સહિતનો વિસ્‍તૃત પરિચય જેની PDF આપ ડાઉનલોડ કરી શકો છો.

આ શ્રેણીના રજૂઆતકર્તા છે અવકાશવિજ્ઞાનના સર્વોત્તમ લેખક ડૉ. સુશ્રુત પટેલ, જેમણે અંત​રિક્ષ પર અનેક પુસ્‍તકો-પુસ્‍તિકાઓ લખ્યાં છે. ઘણાં પારિતોષિકો મેળવી ચૂક્યા છે, જેમાં ‘કુમાર-સુવર્ણચંદ્રક’ નો પણ સમાવેશ થાય છે. ખગોળના વિષયમાં ડૉ. સુશ્રુત પટેલ જ્ઞાનસાગર છે. ‘ધૂમકેતુ હેલી’, ‘બ્‍લેક હોલ શું છે?’, ‘આકાશદર્શન’, ‘અંતરિક્ષ વિજ્ઞાનમાં લટાર’ વગેરે પ્રકાશનો દ્વારા તેમણે ગુજરાતની પ્રજાને ઘણું જ્ઞાન પીરસ્યું છે. પ્રસિદ્ધિથી દૂર રહેવાની અથવા તો પ્રસિદ્ધિનો મોહ ન રાખવાની સ્વભાવગત વૃત્તિને લીધે ખાસ ‘લાઇમલાઇટ’ માં આવ્યા નથી. બહુ ઓછા લોકો તેમને સિદ્ધહસ્ત વિજ્ઞાનલેખક તરીકે ઓળખે છે.

ડૉ. સુશ્રુતભાઇએ લખેલી ‘આકાશની ઓળખ’ જેઓ વાંચશે એ સૌને આકાશના તારાઓ ઉપરાંત તેમની પણ ઓળખ મળી જશે.

આકાશની ઓળખ

પ્રસ્તાવના

પ્રકરણ 1

આકાશ સાથે દોસ્તી

પ્રકરણ 2

આકાશ નિરીક્ષણ માટે સજ્જ થતાં પહેલાં

પ્રકરણ 3

આકાશનું મેનૂ

પ્રકરણ 4

નિરીક્ષણ પહેલાનું ઘરકામ

પ્રકરણ 5

તારાઓના નામકરણ

પ્રકરણ 6

મેગ્નિટ્યૂડ : તારાઓના તેજનું ઓળખપત્ર

પ્રકરણ 7

આકાશમાં કોણીય અંતરોનું માપન

પ્રકરણ 8

નવેમ્બરનું રાત્રિઆકાશ

પ્રકરણ 9

ડિસેમ્બરનું રાત્રિઆકાશ

પ્રકરણ 10

આકાશી નિરીક્ષણના સોનેરી નિયમો

પ્રકરણ 11

આકાશના નકશા : તમારું પ્લેનેટેરિયમ !

પ્રકરણ 12

જાન્યુઆરીનું રાત્રિઆકાશ

પ્રકરણ 13

ફેબ્રુઆરીનું રાત્રિઆકાશ

પ્રકરણ 14

માર્ચનું રાત્રિઆકાશ

પ્રકરણ 15

એપ્રિલનું રાત્રિઆકાશ

પ્રકરણ 16

મેનું રાત્રિઆકાશ

પ્રકરણ 17

જૂનનું રાત્રિઆકાશ

પ્રકરણ 18

જુલાઇનું રાત્રિઆકાશ

પ્રકરણ 19

ઓગસ્ટનું રાત્રિઆકાશ

પ્રકરણ 20

સપ્ટેમ્બરનું રાત્રિઆકાશ

નગેન્દ્ર વિજય કમ્યૂનિટી સાયન્સ સેન્ટર ચેરિટેબલ ટ્રસ્ટ

હવે ગુજરાતની નવી પેઢી માટે ખાેલે છે

રોમાંચકારી astronomy / ખગોળશાસ્ત્રનાં દ્વાર

હવે એકાદ-બે નહિ, ઘણાં અને ઘણી જાતનાં ઑપ્ટિકલ ટેલિસ્કોપ યોગ્ય શાળાઓને તથા ટ્રસ્ટને ભેટ આપવાની અભિનવ યોજના

રાત્રિના સમયે રત્નોજડિત લાગતો અવકાશી ચંદરવાનો દરેકેદરેક તારો પોતાની આગવી પિછાણ ધરાવે છે. નરી આંખે જોતાં બધા તારાઓ સરખા લાગે, પણ વાસ્તવમાં નથી. કોઇ આપણા સૂર્ય જેવો Main-sequence star છે, કોઇ White dwarf / શ્વેત વામન છે, તો કોઇ Red giant / રાતો વિરાટ છે કે જે વખત જતાં કદાચ વિસ્ફોટ પામતો સુપરનોવા બને.

ખગોળની દુનિયા આપણી રોજબરોજની દુનિયા કરતાં સાવ નિરાળી છે. રોમેરોમમાં અનેરો રોમાંચ ફેલાવે તેવી છે. રોમાંચનો પૂરેપૂરી રસકસ ત્યારે માણી શકો કે જ્યારે ઑપ્ટિકલ ટેલિસ્કોપ વડે શનિના ગ્રામોફોન રેકોર્ડ જેવા વલયો જુઓ, ગેલિલિઓએ દીઠા તે ગુરુના ચાર મુખ્ય ચંદ્રોનો નજારો લો અને ચંદ્રનું રૂપેરી ભૂપૃષ્ઠ જુઓ.

નભોમંડળની એકદમ નિરાળી દુનિયા પ્રત્યે જેમને માત્ર રસ નહિ, બલકે તરસ છે એવા જ્ઞાનપીપાસુઓને નગેન્દ્ર વિજય કમ્યૂનિટી સાયન્સ સેન્ટર ચેરિટેબલ ટ્રસ્ટ યથાયોગ્ય આવૃત્તિનાં Newtonian ટેલિસ્કોપ ઉપરાંત બાઇનોક્યૂલર્સ ભેટ આપવા માગે છે. ઉપયોગ કરવાને લગતું જરૂરી માર્ગદર્શન પણ ખરું. વધુમાં મુદ્રિત સચિત્ર માર્ગદર્શિકા પણ આપવાની યોજના છે.

ગુજરાતી માધ્યમમાં શિક્ષણ આપતી શાળાઓ માટે સોનેરી તક છે. અલબત્ત, સૌ પહેલાં તેમણે પોતાની યોગ્યતા પ્રતિપાદિત કરી આપે તેવી વિગતો ઉપરોક્ત ટ્રસ્ટને મોકલવાની રહેશે. આ સાથે તેને લગતું ફોર્મ સામેલ છે.

નગેન્દ્ર વિજય ટ્રસ્ટનું સૌભાગ્ય કે ટેલિસ્કોપ-બાઇનોક્યૂલર અંગે તેને જાણીતા ખગોળનિષ્ણાત તન્મયભાઇ વ્યાસનો મહામૂલો સહયોગ સાંપડ્યો છે. ગિરા ગુર્જરીના જ માધ્યમ દ્વારા ખગોળનાં રહસ્યો સમજાવતા તન્મયભાઇના વિડિઓ માણવા જેવા છે. ઉપરાંત તેમનાં છાત્રો વિશ્વા જૈન તથા પાશ્વ ચુડાસમા પણ ટ્રસ્ટમાં ટેલિસ્કોપ અંગે કેટલીક જવાબદારીઓ સંભાળવા તત્પર છે.

અહીં બતાવેલા Startracker Newtonion Reflector Telescope વડે dwarf planet / વામન ગ્રહ પ્લુટો સિવાય તમામ ગ્રહોને અવલોકી શકાય છે. આ મોડેલનાં કેટલાંક ટેલિસ્કોપ સહિત બીજી વિવિધ મોડેલનાં ટેલિસ્કોપ શાળા / ટ્રસ્ટને તેમની ટેલિસ્કોપ મેળવવાની યોગ્યતા બરાબર ચકાસીને ભેટ આપવા માટે નગેન્દ્ર વિજય કમ્યૂનિટી સાયન્સ સેન્ટર ચેરિટેબલ ટ્રસ્ટે ખરીદ કર્યાં છે.

વિગતો અન્યત્ર જોઇ લો.

ગુજરાતી માધ્યમમાં શિક્ષણ આપતી શાળાએ મોકલવાની થતી વિગતો

  • ધોરણ ૮ થી ધોરણ ૧ર સુધીના વર્ગો લેતા તથા છાત્રોને આકાશદર્શન કરાવવામાં રસ ધરાવતા જે તે વિજ્ઞાનશિક્ષકનું નામ
  • વિજ્ઞાનશિક્ષકે પ્રાપ્ત કરેલી ડિગ્રી અને તેના સર્ટિફિકેટની ફોટોકોપી
  • આધાર કાર્ડની ઝેરોક્ષ
  • મોબાઇલ નંબર, જે માત્ર એ વિજ્ઞાનશિક્ષકના સંપર્ક કરવા માટે વપરાશે.
  • શાળાના પ્રિન્સિપાલનો ભલામણપત્ર, જેમાં પ્રિન્સિપાલે તેઓ શા કારણસર વિજ્ઞાનશિક્ષકને યોગ્ય માની રહ્યા છે તે જણાવવાનું રહેશે.

આ સઘળી વિગતો મળ્યા બાદ ટ્રસ્ટીમંડળ આશાસ્પદ ઉમેદવારોના પત્રો અલગ તારવશે, જેના પછી વિજ્ઞાનશિક્ષક અને નગેન્દ્ર વિજય વચ્ચે વિડિઓ કોલ દ્વારા મુલાકાત ગોઠવવામાં આવશે.

Worldwide shipping

Assured delivery via courier

Discounts and offers

Grab them while stocks last

Promo coupons

Subscribe to our newsletter

100% secure checkout

Multiple payment options