Sale!
Mathemagic
₹350.00 Original price was: ₹350.00.₹280.00Current price is: ₹280.00.
-20%
ચહેરો હસતો રાખો, કેમ કે પુસ્તકનું નામ મેથેમેટિક્સ નથી; મેથેમેજિક છે. પુસ્તકમાં મેથ્સ જરૂર છે, પરંતુ તે બોજ નથી; મોજ છે.
આ પુસ્તક લખાયું તેને પણ મેજિક લેખવું જોઇએ. આજે નગેન્દ્ર વિજય એવા નામે ઓળખાતો નગેન્દ્ર ૧૯૫૦ના દસકા દરમ્યાન મુંબઇ, અંધેરી (પશ્ચિમ)ની શેઠ માધવદાસ અમરસી હાઇસ્કૂલમાં ભણતો ત્યારે ગણિત સાથે તેનો નાતો આખલા અને લાલ કાપડ વચ્ચેના સંબંધ જેવો હતો. (લાલ કપડું એટલે ગણિતનો વિષય.) ગણિતનું પાઠ્યપુસ્તક ગુજરાતીને બદલે અજાણી પરદેશી ભાષામાં લખાયા જેવું લાગતું હતું. કેટલાંક વર્ષ બાદ રશિયન-અમેરિકન વિજ્ઞાની (અને બિગ બેંગ થિઅરીના પ્રણેતા) જ્યોર્જ ગામોવે લખેલા પુસ્તક દ્વારા જાણ્યું. ગામોવે નોંધેલું કે હાઇડ્રોજન બોમ્બમાં ૨ + ૨ = ૪ થતા નથી. ચારને બદલે ૩.૯૭૦૨ થાય છે. આ પહેલો અનુભવ કે જ્યારે ગણિત આધાશીશીના કારકને બદલે અચરજનું કારક લાગ્યું. જરા વધુ ખેડાણ કર્યું ત્યારે વધુ જાણવા મળ્યું–જેમ કે ચહેરાની સુંદરતા ૧ઃ૧.૬૧૮ના ગુણોત્તર/ratio વડે નક્કી થાય છે. વર્ષના દિવસો ૩૬૫ હોવા છતાં શાળાના વર્ગમાં બે છાત્રોની જન્મતારીખ સરખી હોવાની સંભાવના માટે ફક્ત ૨૩ જણાની હાજરી પૂરતી છે. વિસ્મયો જગાડતું ગણિત ત્યાર બાદ પ્રિય વિષય બન્યું.
આધાશીશીના સર્જક ગણાતા મેથ્સને આવા પ્રકારનાં કેટલાંય દષ્ટાંતો વડે પ્રસ્તુત પુસ્તકમાં મેજિકનું સ્વરૂપ અપાયું છે.
In stock
Reviews
There are no reviews yet.